મિત્રતા ના ઘેઘુર વડલા ની આભા તો
જે તેના સાનિધ્યમાં આવે તે જ અનુભવે
હંમેશા ઉષ્માથી ભરપૂર
હંમેશા પ્રેમથી તરબતર
હંમેશા ઉદાસીનતા ની બાદબાકી
હંમેશા રસપ્રદ વાતો ની લ્હાણી
હંમેશા નિસ્વાર્થ દોસ્તાના
હંમેશા મુશ્કેલી ઉકેલનાર
દરિયાવ દિલ ના અઢળક મોજાં રૂપી
સ્નેહ ના હુંફાળા ફુવારા એટલે મિત્ર
-Shree...Ripal Vyas