શબ્દો તીખા છે , શબ્દો કડવા પણ છે
શબ્દો ને ભાર છે અને શબ્દો હળવા પણ છે
શબ્દો ખારા છે , શબ્દો ગળ્યા પણ છે
શબ્દો સાંત્વના આપે અને શબ્દો બળ્યા પણ છે
શબ્દો ક્યારેક ખટકે છે , ક્યારેક ચટકે પણ છે
શબ્દો યોગ્ય સમયે ન મળે તો વાત આખી ભટકે પણ છે
શબ્દો મલમ છે, શબ્દો ને ધાર પણ છે
જો વાપરતા આવડે તો શબ્દો તલવાર પણ છે
શબ્દો મીઠું મધ, શબ્દો જ ઝેર પણ છે
દુનિયા માં શબ્દો થી જ મોટાભાગ નું વેર પણ છે
શબ્દો મારી શકે ,શબ્દો તારી પણ શકે
સાચા સમયે સારી રીતે વાપરો તો શબ્દો ઉગારી પણ શકે
- જીંદગી