કરું છું હું અનહદ પ્રિત તને,
હૈયાના આ સ્પન્દનને કેમ તું સમજે ના...?
રંગાઇ ગયો છું અનોખીપ્રિત ના રંગે,
અનૂઠા આ રંગ કેમ તુજને દેખાય ના...?
પ્રેમ મારો સો ટચના સોના જેવો,
ખનક એની મારી વાતોમાં, કેમ તુજને સુણાય ના...?
હા છે અધૂરો તુજ વિણ આ ઇશ્ક મારો,
લઇ આગોશમાં એને કેમ તું પૂરો કરે ના...???