દોસ્ત તારે નામ એક ગઝલ લખવી છે.
એ બહાને મહેફિલની પણ મજા લૂંટવી છે.
પારિજાત તણી સુગંધ પ્રસરી રહી છે હવામાં,
હું, તું અને આ મૌસમ, યાદોમાં ભરવી છે.
તું કોઈ મૃગજળ સમી પ્યાસ લાગે છે મને,
ચા ની જેમ ઘૂંટડા ભરીને ગટ- ગટાવવી છે.
મારે ના કોઈ સ્વાર્થ છે, ના કોઈ અપેક્ષા છે.
તારા એક અવાજે મારી હાજરી આપવી છે.
"મૈત્રી" નામનું વૃક્ષ ઉગે છે જીવન બાગમાં,
અખૂટ યાદો દિવસ - રાત અહીં વાવવી છે.
સૂકી આંખો પણ જ્યાં છલકાય જતી હોય,
એ ખભે વ્હાલની અનેક ટપાલ મોકલવી છે.
- SHILPA PARMAR "SHILU"