ખીલતી આ દરેક કળી મને મારી લાગે છે.
બાગમાંથી નીકળી એમની સવારી લાગે છે.
છોડીને બધા કામ હું તાકી રહ્યો એક એમને,
એક ઈશારે મને નચાવતું કોઈ મદારી લાગે છે.
ભૂતકાળથી ઘણો દૂર ચાલ્યો ગયો છું દોસ્ત,
છતાંય વર્ષો જૂની યાદોથી યારી લાગે છે.
થતું જ્યાં મિલન કલાકોના કલાક સમય વગરનું,
એક નજર પણ હવે સમયની ઉધારી લાગે છે.
હું સંબંધોના માત્ર સરવાળા ગણતો રહ્યો,
તમે લાગણીની બાદબાકી સ્વીકારી લાગે છે
લહેરની જેમ સમય પસાર થતો જાય છે.
સ્પર્શતી આ પવન જેવી યાદોની બારી લાગે છે.
- SHILPA PARMAR "SHILU"✍️