*જીવનની સફર*
આજે તને તારા અહીં સૂવડાવી ગયા,
હવે કબર માં ફક્ત તું છે અને પ્રભુની માયા.
જીવનનો સફર હતો ઘોડિયા થી કબર સુધીનો,
તોએ કેમ આ અંતર પૂરવાને લાગ્યા માઈલો, વર્ષો.
લોભ અને ઇચ્છાઓએ તને એવો જકડી રાખ્યો,
કાઈ ન રહે બાકી, સો વર્ષ નો સામાન કર્યો ભેગો.
જીવનની ભાગ દોડ એ એવું ગૂંચવણ કર્યું,
કે હંમેશનું રહેઠાણ તને વિસરાવી નાખ્યું.
છેવટે બધું પડતું મૂકીને ફક્ત કર્મો લાવજે અહીંયા,
આ અંત: કરણ માં રાખીને આવજે,
તો કબર માં સૂવાની જુદી આવશે મહિમા.
*શમીમ મર્ચન્ટ, મુંબઈ*
___________________________