લઘુકથા
"જાહોજલાલી"
ચારેતરફ હરિયાળી બની રહી હતી ધરતી. જાણે લીલું પાનેતર ઓઢી લીધું કેમ ન હોય..!
આવી લીલીછમ વનરાજી વચ્ચે આવેલી કાન્હા ના મંદિરે જીવલી કાન્હા સાથે રડતા રડતા વાત કરી રહી હતી...
" તું તો કેવો ભગવાન છું... તને પુજવા હું રોજ સવારે આવું છું.. ભક્તિ ભાવથી પ્રસાદ ચડાવી જાવ છું અને તું...
તું તો કંઈ સમજતો જ નથી ને,,!
" તું તો રોજ આ વિશાળ મહેલ જેવા મંદિરના ગર્ભગૃહમાં જાહોજલાલી માં રહે છે અને... કદી અમારો વિચાર કર્યો તે કોઈ દી?
" અમે સાવ ખેતરમાં નીચે સૂઈ જાય છે ....એનો પણ વાંધો નથી અમને...જેવી અમારી કિસ્મત...પણ..
સાવ આમ કાળ બની તું .. આવ્યો..હે પ્રભુ તારે આંખો નથી??
કે કાળોતરો નાગ આમ મારા માવતરને ....અને ડૂસકે ડૂસકે ચડી ગઈ...
અને ખુબ રડી.. તું જાહોજલાલી માં રહીને પણ અમારું સુખ તને દેખાયું નહિ અને પહાડ જેવડું દુઃખ આપી દીધું.
રૂપલ મહેતા રુપ ✍️© અમદાવાદ
-Rupal Mehta