તું નથી તે બનવા ની કોશિશ કેમ કરે છે
તું જે છે તેની જ સાથે આગળ વધ ને
તું રડવા ની ઈચ્છા હોય ત્યારે હસે છે ને
હસવા ની ઈચ્છા હોય ત્યારે ઠાવકાઈ કેમ ?
આ રીતે તો નંદવાય છે તારું વ્યક્તિત્વ
અજાણતા જ આપે સજા તું તને ખુદ ને
છોડ બધા બંધનો ને બની જા મુક્ત પંખી
પછી જો જિંદગી લાગશે સરળ હુંફાળી
-Shree...Ripal Vyas