કોલેજમાંથી એક પ્રોજેક્ટ બનાવવા માટે વિધાર્થીઓને સ્વર્ણાપુર નામનાં એક ગામમાં લઈ જવામાં આવી રહ્યા હતાં.. પૂનમની રાત હતી. વિધાર્થીઓની બસ જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આકાશમાંથી સોળે કળાએ ખીલેલો ચંદ્ર પોતાનો પ્રકાશ પાથરી રહ્યો હતો. બસમાં કોઈ મિત્રો કે સહેલીઓ સાથે મસ્તી કરી રહ્યું હતું તો કોઈ ગીતો ગાઈ રહ્યું હતું. સ્નેહા નામની એક યુવતી બસમાં તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી અને તેની સામેની સીટ પર બેસેલા રવિ નામનાં એક યુવકને જોઈ રહી હતી. કાનમાં હેન્ડસ્ફ્રી રાખીને મ્યુઝિક સાંભળી રહેલો રવિ પણ સ્નેહાને જ જોઈ રહ્યો હતો. અચાનક જ બસ બંધ થઈ ગઈ. બધાં બસની નીચે ઉતરી ગયા. જ્યારે ડ્રાઈવરે ચેક કર્યું તો બસમાં કંઇ જ વાંધો ન હતો. પ્રોફેસર શિવે બધાંને ફરી બસમાં બેસવા માટે કહ્યું. બધાં બસમાં બેસી ગયાં. સ્નેહા તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી ત્યારે તેને અચાનક જ બસની બહારથી કંઇક ખુબ ઝડપથી પસાર થયું એવું લાગ્યું. સ્નેહા બસની બારીમાંથી બહાર જોવે છે. સ્નેહાએ પોતાનો વહેમ છે એમ સમજીને તે ફરીથી પોતાની સહેલીઓ સાથે વાતો કરવા લાગી. થોડીવાર પછી બહારથી કંઇક ડરામણો અવાજ આવ્યો, સ્નેહાએ બારીની બહાર નજર કરી તો તેની આંખો ખુલી જ રહી ગઈ ............
સ્નેહાએ બસની બહાર શું જોયું હશે ? જાણવા માટે વાંચો...રાત-3
#રાત #KevalMakvana
#Horror #Romance #Travel
#Ravi #Sneha
Story Link :- https://www.matrubharti.com/book/19911929/raat-3