વાત કરવાનું હવે એકપણ બહાનું નથી જડતુ.
સંવાદ કરી શકાય એવું મને મારું નથી જડતુ.
હૃદયને તો મન ભરીને, ખૂબ વરસવું છે દોસ્ત,
પણ મારી આંખને એકાદ ચોમાસું નથી જડતુ.
હોઠ જાણે, હસી હસીને ખૂબ થાક્યા છે,
બે ઘડી આરામનું મને સરનામું નથી જડતુ.
વર્ષોથી એક ડૂમો અંદર સાચવી રાખ્યો છે.
ગાલને અડકીને સરી જાય એવું આંસુ નથી જડતુ.
જોને ઈશ્વર, બાર સાધું ત્યાં તેર તૂટે છે અહીં
પીડા સંતાડી શકાય એવું ખિસ્સું નથી જડતું.
- SHILPA PARMAR "SHILU"