જોવી છે મારે પહેલાની સવાર
જ્યા હોય કિલકારીઓ બાળકોની, કલરફુલ સ્વેટર પહેરી બેઠા હોય એ ઘરઘરાટી રીક્ષાની,
જોવી છે મારે એ પહેલી બેન્ચ પર બેસવાની તાલાવેલી,
કિટ્ટા સૈયા કરતી બહેનપણી,
ને રીશેષમાં નાસ્તોપાણી ઢોળી ને કરતાં એ દોડાદોડી,
જોવી છે ફરી દર્શનમાં ભીડ, ને ઊભરાતા બગીચા. બજારમાં જતાં રંગ બેરંગી થેલા ને રૂપાળા હાથની અથડાતી બંગડી નો રણકાર,
ટોળે વળીને બેસતાં વડલે ને ઓટલે
વડિલો ને લાકડી ના ટેકો હોય સાથ.
જોવી છે ફરી કોલાહલ ની દુનિયા જયાં પાટા પર દોડતી ટ્રેનો ને બસમાં ઊભરાતા મુસાફરો,
જોવો છે મારે ફરવાના સ્થળો પર લોકોનો ઘસારો, બહુ થયુ હવે,
નથી સંભળાતો મોતનો ચિત્કાર!!!
લાશોના ઢગલાને લાકડાની માંગ,
એક છોડ પાસે પણ હવા છે પોતાની એ સૌ ને છે જાણ,
પહોચી ગયો તારો પણ કોઈ ભક્ત ત્યાં તારા દરબારમાં કોણ કરશે હવે સાંજ ની આરતીમાં ધંટનો રણકાર?!!
પુછે છે તને એની જ પેઢી હતી કયાં ખોટ એની ભક્તિમાં?? ત્યારે નથી કોઈ જવાબ તારો ને
જૉયો છે ભગવાન મેં તને પણ એકલો મંદિરના એક ખૂણે અચંબામાં!!
-Dipti N