બંધ છે બધું, હવે ખોલવાનો ઉત્સવ કરો,
ઘર,દુકાન,મંદિર ને મન ,
ખોલવાનો ઉત્સવ કરો.
નકાર ,નકાર ઉભરાય ચારે તરફ,
તાળું વાસેલું જમીર, હવે ખોલવાનો ઉત્સવ કરો.
જોવું નથી સઘળું સઘન, માણવું નથી વિશ્ર્વ હવે,
માણસ,પક્ષી,પ્રેમ,પ્રકૃતિ,પોતીકાને પામવાનો ઉત્સવ કરો.
અંધારપટમાં આંખો ઉઘડે,વળતું નથી કંઈ હવે,
ભલે બંધ આંખે અંતરકમાળ ઉઘડે, તો જાગવાનો ઉત્સવ કરો.
-Bindiya