'મા' વિશે લખવું હોય તો શું લખી શકાય ?
જેમને આપણને લખતાં શીખવાડ્યું એમના વિશે આપણે શું લખી શકીએ.
જે મા એ ફકત પ્રેમ જ આપ્યો છે આખી જિંદગી આપણે એમને એનાથી વધારે બીજું શું આપી શકવાના
જેને આપણું સજઁન કયુઁ છે એ સજઁનહારનું મૂલ્ય આપણે કેમ કરીને ચૂકવી શકવાના
આપણે તો બસ મધર્સ ડે જેવા ડે મનાવીને એમને ખુશી આપ્યાનો સંતોષ માની લઈએ છીએ.
ક્યારેક મધર્સ ડે વગર પણ પોતાની માતા ને શુભેચ્છાઓ આપો તો તેમને પણ થાય કે હા આજે મને પણ વ્હાલ મળ્યું છે.
શબ્દો કોપીપેસ્ટ થશે પરંતુ લાગણીઓ ક્યાંથી લાવશો.
નિકેતાશાહ 🙏
-NIKETA SHAH