સાંભળવું ગમે છે હાલરડું મને રોજ.
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું??
સાંભળવો ગમે છે ''માં" મને મીઠડો એ ઠપકો તમારો.
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું ??
વ્હાલનો દરિયો રોજ સ્પર્શે છે મને હેતથી,
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું ??
મમતા તમારી રોજ અનુભવું છું હું,
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું??
વૃદ્ધાશ્રમ જોઈ ને "મા" પણ બોલી ઉઠે,
MOTHER'S DAY ખાલી આજે જ કેમ??
ખાસ નોંધ : મા ને આજના દિવસે જેટલો વ્હાલ આપ્યો એટલો જ વ્હાલ દરેક દિવસે આપવો.
- SHILPA PARMAR "SHILU"