મારા ખ્યાલથી 'માં' શબ્દનું ફલક ઘણું વિશાળ છે,
વહુ/દીકરી જ્યારે વડીલોને સેહત માટે ટોકે છે
ત્યારે એ ' માં ' છે,
ઘરમાં કોઈપણ બીમાર પડે અને કાળજી લે
ત્યારે પણ એ 'માં' છે,
શિક્ષિકાના રૂપમાં બાળકોની પ્રગતિમાં રાજીનીરેડ થાય
ત્યારે પણ એ 'માં' જ છે,
ડોક્ટરના રૂપમાં દર્દીની ચિંતામાં અડધી થાય
ત્યારે પણ એ 'માં' જ છે,
'માં' ના હૃદયને પ્રેમ ઢોળવા માટે
ક્યાં કોઈ સરહદ નડે જ છે!!
🙏🏻 @Kinar