"એક પાત્ર"
હું સાથી કલાકારો દ્વારા રચાયેલું સમવસરણ છું,
હા..હું એક પાત્ર છું.
બધા રચાયેલા પાત્ર ભજવી જાણતો,
હું એક સમ્રાટ છું.
ચેહરા પરના હાવ ભાવ બદલતો હું નટરાજ છું.
હા..હું એક પાત્ર છું.
ખાલી ખુણામાં મને ના શોધો,
હું ગીચતા માં ઉછરેલો કાળો નાગ છું,
ભરચક ભીડ વચ્ચે ઉભો કલાકાર છું,
હા..હું એક પાત્ર છું.
ગજવી મુકતો સ્ટેજ બધા,
એવો દસ માથારો દશાનંદ છું.
હા..હું એક પાત્ર થી ઓળખાતો, દેવો નો દેવ"સ્વયમભુ"મહાદેવ છું.
હા..પણ હું તમારી નઝરમા એક ખાલી પાત્ર (વાસણ) છું.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ