તે સ્ત્રી જ કરી શકે છે....
બધું જ પામી ને છોડવા માટે અને બધું,
જ છોડી ને પામવા માટે જે જન્મે છે,
તે સ્ત્રી જ કરી શકે છે....
તેને સીતા બનીને અગ્નિ પરીક્ષા પણ આપી,
અને તેને મીરા બનીને ભક્તિ પણ કરી,
તે સ્ત્રી જ કરી શકે છે....
જેને તને તારું અસ્તિત્વ આપ્યું એને તું કહે છે,
તને નહીં સમજાય છતાં પણ જે ચૂપચાપ સાંભળે,
તે સ્ત્રી જ કરી શકે છે....
એ દુર્ગા બનીને તારો સંહાર પણ કરી શકે છે,
અને રાધા બનીને તને પ્રેમ પણ કરી શકે છે,
તે સ્ત્રી જ કરી શકે છે....
એ પરિસ્થિતિ સાથે સમાધાન પણ કરી શકે છે,
અને પરિવર્તનને પણ પોતાનામાં સ્વીકારી શકે છે,
તે સ્ત્રી જ કરી શકે છે....
તારા સપના ને પુરા કરવા જે પોતાના,
સપનાને પોતાની અંદર જ મારી નાખે છે,
તે સ્ત્રી જ કરી શકે છે....
જે સંસારનું સર્જન પણ કરી શકે છે અને,
સંસાર નો વિનાશ પણ તેના હાથમાં જ છે,
તે સ્ત્રી જ કરી શકે છે....
સ્ત્રી ને સંપૂર્ણ રીતે ક્યારેય નહીં સમજાય,
કારણ કે તેની અપૂર્ણતા માં જ તેની પૂર્ણતા છે,
તે સ્ત્રી જ કરી શકે છે....
-Arpita Ukani
-અનોખી ડાયરીમાંથી