માતાનાં નામે જે જગ્યા હતી એ પોતાના નામે કરી લેવાની ઈચ્છાથી બંને ભાઈઓ મા પોતાના ઘરે રહે,
તે બાબતને લઈને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા.
તેઓએ મા ને પૂછ્યું, તો માએ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ.
બંને ભાઈ ઓ નીચું જોઈ ગયા.
-Dr. Nilesh Thakor