આજ ચીનના આ કોરોના વાયરસે ભારત દેશમાં બહુ ભયંકર સ્વરૂપ લઇ લીધુંછેં
આનાથી લોકોના પરિવારો પણ વિખરાતા જાયછે એકને કોરોના થાય એટલે ઘરમાં બીજાને પણ થાય ને તે વળી ઘરમાં ત્રીજાને કોરોના વાઇરસ આપે આમ ને આમ આખો પરિવાર એક પછી એક હોસ્પિટલમા દાખલ થતો હોયછેં એમાંથી કોઈ એકાદ એક સાજો થઈને ઘરે પાછો પણ આવતો હોય છેં તો તેમાંથી એક બે જણના કોરોનાથી મોત પણ થતા હોયછેં ત્યારે સાજા થનાર ઉપર દુઃખના વાદળો છવાઈ જાયછેં આમ કોરોનાથી અનેક પરિવારો તૂટી જાયછેં
કોઈ મા ગુમાવેછેં, તો કોઈ પોતાનો એકનો એક છોકરો કે છોકરી ગુમાવેછેં, તો કોઈ વળી પતિ ગુમાવેછેં, તો કોઈ વળી પત્ની પણ ગુમાવેછેં
કયારેક પરિવારમા મોત થવાંથી બચી જનાર ને પોતાની બાકી જિંદગી જીવવી અઘરી બની જતી હોયછેં આથી તેના વિરહ મા પોતે પણ થોડાક સમયમા આવી પડેલ આઘાત સહન ના કરી શકવાથી તે પણ આ દુનિયા છોડી દેછે
આજની પરિસ્થિતિ બહુજ કઠિનછેં
માટે વ્હાલા દોસ્તો તમે પણ હંમેશા સાવચેત રહો ને સલામત રહો
કોરોના આજ હજારો લોકોને મારી રહીયો છેં તેની નોંધ લઈને બને એટલી જરૂર પોતાની ને પોતાના પરિવારની કાળજી રાખજો 🙏