મૌનની ભાષા ક્યારેય સમજતા નથી તેઓ.
અને શબ્દોની રમત ક્યારેય રમતા નથી અમે.
એક મુશાયરામાં ખડખડાટ હસતાં રહ્યા તેઓ.
અને કહેતા હતા કે એક સદીથી મુસ્કુરાયા નથી અમે.
બંદગી શું ચીજ છે, કેમ સમજાશે ? તેમણે તો ખુદા જોયા નથી,
અને એને જ ખુદા માની આખી જિંદગી પૂજતા રહ્યા અમે.
લાગણીઓને છેતર્યા વગર ક્યારેય મેદાનમાં ઉતર્યા નથી તેઓ,
અને તેમને જીતાડવા પહેલાથી જ હારીને બેઠા હતાં અમે.
સંબંધોની રમત છે ક્યાંક છેતરાય ન જવાય, જરા ધ્યાન થી "નાજુક"
નિયમોને નેવે મૂકીને આમ ક્યારેય દિલના રસ્તામાં રઝડ્યા નહોતા અમે.
-Journalist UV