ઉગતો સુરજ તેજ આપે,
ખીલતા ફૂલો સુગંધ આપે,
ચાંદ એની શીતળતા આપે,
વડીલો આશીર્વાદ અને પ્રેમ આપે,
ગુરુજનો જ્ઞાનરૂપી ગંગા આપે,
મિત્રો તારા પ્રેમથી ભેટ આપે,
ભગવાન સારા ખરાબ દિવસોમાં હંમેશા તારો સાથ આપે,
હંમેશા હસતો-હસાવતો અને સ્વસ્થ રહે એવી જન્મદિવસ પર સૌ કોઈ શુભેચ્છા આપે.
-Ronak Joshi રાહગીર