💦' આપણી સાંજ
કલ્પનાની દુનિયા
સ્વપ્નની સાંજ
તન્મય અને તનૂજા જાણે સ્વપ્નની દુનિયા ના સંગાથે ઈશ્વર એ બન્નેને સુખ આપ્યું ટુંકું પણ સાચું લાગે તેવું સંસ્મરણ સાથે જીવવાનું......
તન્મય અને તનૂજા બંનેનું એક સ્વપ્ન એક અનોખી સાંજનું.....
જ્યાં ફક્ત બંને જ હોય.,....
બંનેની આંખો એકાકાર થાય.....
બંનેના વિચાર સાયુજ્ય પામે.....
બંનેના હૃદય સરગમ સાંભળે.... અને બંનેના ભાવિ એક જ દિશામાં ઈચ્છાઓની ટોચ પર પહોંચવા વ્યાકુળ હોય...
આવી સાંજ ઈશ્વરે આપી તો જરૂર પરંતુ બંનેએ કલ્પેલી નહીં ઈશ્વરને પોતાને ગમે તેવી અનોખી......
તનૂજાની રાત્રે ફ્લાઈટ હતી દૂરના દેશની જ્યાં ફક્ત તેના પિતાનું જ અનુશાસન હશે તન્મય નામના પંખીને ત્યાં પ્રવેશવાની કે શ્વાસ લેવાની પરવાનગી નથી.....
તનુજા એ કદાચ છેલ્લી વખત તન્મય ને ફોન લગાડ્યો.."ચાલને આપણા સ્વપ્ન ને જીવંત બનાવીએ."
અજાણ તન્મય ને આશ્ચર્ય થયું કેમ કે તેની કલ્પના માં હજી એવી ઘણી અનોખી સાંજો રાહ જોઈ રહી હતી પરંતુ તનુજા માટે કદાચ આ છેલ્લી અનોખી સાંજ હતી.
બંનેએ સાંજને ભરપૂર માણી..... તન્મય માટે સંસ્મરણ ની શરૂઆત અને તનૂજા માટે છેલ્લું સંસ્મરણ.... પરંતુ બંને માટે હતી સાંજ અનોખી......
💦 આપણી સાંજ
સંભારણા ની સાંજ
વિયોગની સાંજ💦