મળવું હોય તો મળી જા નય તો ચાલી જા,
આમ આંખથીઆંખે લડાવવાનું હવે ભૂલી જા,
બંધાવું હોય તો બંધાઈ જા નય તો છટકીને ભાગી જા,
આમ હાથમાં હાથ નાખીને ચાલવાનું હવે ભૂલી જા,
ભેટવું હોય તો ભેટીલે નય તો હૈયાથી દૂર ચાલી જા,
આમ હૈયાને હૈયાથી રમાડવાનું હવે ભૂલી જા,
આપવું હોય તો આપી દે તારું સર્વસ નય તો ચાલતી થા,
આમ રોજ સામસામું આવવાનું હવે ભૂલી જા,
સ્વીકારવો હોય તો સ્વીકારી લે નય તો મૂકીને હાલતી થા,
આમ દેખદેખીને તડપાવવાનું હવે ભૂલી જા,
કરું છું પ્રેમનો આદર-સત્કાર એટલે માની જા,
આમ શબ્દનાશબ્દોમાં રમવાનું હવે ભૂલી જા,
મારવો હોય તો મારી નાખ વચ મધદરિયે લઈ જા,
આમ ડુબતીવેળાએ ખોટા હાથ લંબાવવાનું હવે ભૂલી જા,
કરવો હોય તો ખુશ કરી દે નય તો કર વધુ દુઃખી,
આમ રોજરોજ 'દુશ્મને' હેરાન કરવાનું હવે ભૂલી જા.
✍🏻~દુશ્મન
-mayur rathod