લાગણીઓ બધી જાણે બીમાર છે,
તારો દીદાર એક માત્ર ઉપચાર છે.
પાંચીકા, ઝાંઝરી મીઠો રણકાર છે
જાન ગઈ, જાન લઈ, બાકી સુનકાર છે.
મેં કદીયે ના એથી જ અળગા કર્યા,
આંસુ આંખોનો મનગમતો શણગાર છે.
હોત પાગલપણું જિંદગી જીવી લેત,
જેમ સમજણ મળી લાગ્યું પડકાર છે.
આમ તો એ ગઝલ સાવ હળવી હતી,
યાદ તાણી જે લાવી, વજનદાર છે.
અંજના ભાવસાર 'અંજુ'