મિસ યુ દોસ્ત😓😓😓😓😓😓😓
પાંચ વર્ષમાં દોસ્ત એક મિલન ન થઈ શક્યું,
દેવુભા તારું સ્મિત દોસ્ત યાદીમાં રહી ગયું.
વિચારોનો ક્યારેક ભેદ હતો, મનમેળ હતો,
હતું ઉમદા વ્યક્તિત્વ તમારું, જે દૂર થઈ ગયું.
દોસ્ત તારી વિદાય દિલ પર ઘાત કરે છે હવે,
તારું અલવિદા કહેવું, આંસુ ગાંડુંતુર થઈ ગયું.
આ શબ્દ નથી દોસ્ત, આંસુ છે મારા દિલના,
તારા ન જવાથી મારુ દિલ ચકનાચૂર થઈ ગયું.
મહેફિલ અધૂરી રહેશે કાયમ દોસ્ત તારા વગર,
તારા વગર લાગ્યું કે મહેફિલનું જ ખૂન થઈ ગયું.
મનોજ સંતોકી માનસ