દોષ્ત કોઈ તમને સોના જેવા જાણી તમારી સંગત કરે અને નીકળો કથીર,
અમૃત જાણી તમને મુખે લગાડે નીકળો ખારા ઝેર,
ભવભવના સાથી ગણી સાથે ચાલે અને અધ્ધવચ્ચે છોડી ભાગો બીજે કંઈ.
બધાયનો આત્મા સરખો હોય મારા વાલા..ફક્ત તમારોજ સવાર્થ ન દેખતાં, અરે ફક્ત તમારી કાયાનું કલ્યાણજ ન દેખતા, પણ તમારી પાછળ ખુદનું માન-અપમાન મોજ-શોખ , શુખ-દુખ , કાંઈનો વીચાર ન કર્યો હોય અને તમનેજ વફાદાર હોય, તેની આંખડી ઠારજો, સ્ત્રી હોય કે પુરુષ દરેકને કહું છું..કોઈ સાચા સાથીનો સાથ ન છોડજો...
અરે ખાડામાં જાય દુનીયા, જેની દુનીયા તમે છો ને તેની દુનીયા તમે ન ઉજાડજો, દુનીયાને બધુય બીજે મળી રહેશે ,પણ તમારામાં જગત આખું દેખે તેને ના ઠુકરાવશો..નહીતર આખું જીવન દુખી તો થાશો પણ કોઈ ભવે શુખી નહી થાઓ.
મુકી દેજો સ્વાર્થ આ કાયા મુકી માયલો એક દીવસ ઉડીજ જવાનો બધાયનો..સાથે કંઈ નથ આવવાનું માટે કોઈનું ઠારતા જાજો..
બીજાની સેવા પછી કરજો.. વાંધો નહી, પણ, જે તમારૂ સંગાથી છેને એને ન દુભાવતા નહીતર એકલા ભટકશો...
કારણકે આત્માજ પરમાત્માનો અંશ છે..અને આત્માથી આત્માનું મીલન મતલબ જીવનની ઉત્પત્તિ...મહોબત છે પ્રેમ છે તો શૃષ્ટીમા જાન છે.
સ્વાર્થ અહંકાર અભીમાન નાસજ નાસ છે..
જીવો અને જીવવા દો...
ગૃણ દોષ બીજાના ભલે દેખો એક નજર ખુદ પર કરી આત્માને પુછી લેજો તમે કેવા છો..આત્માને પુછજો..સાથ ન આપે ખુદનો આત્મા તો પહેલા ખુદને શુધારો..બીજાની પછી વાત..
ઓમ શાંતિ
એડીટ કર્યું છે....
ફક્ત એકજ લાઈક...👌👌👌👌
ધન્ય છે વાંચનારા.....ઘર્મ ની વાત ન ગમે...સારી વાત ન ગમે...શેર શાયરીજ ગમે🙏🙏🙏💐💐👍
-Hemant Pandya