તું પ્યારો મછવારો મારો,
હું તારી પ્યારી મછલી રાણી,
બિછાવી દે જાળ અહિ પ્રેમની,
રહું હું પ્રેમની જાળ મહી અહિ...
આશ છે મુજને તુજ ચાહતની,
રાહ છે મુજને તારા આવવાની,
તડપુ માછલી જેમ તારી તડપમાં,
આવ આવી મિટાવી દે તરસ મારી...
ચાહ છે મને તારા પ્રેમમાં વીંધાવાની,
વિશ છે મને તારા પ્રેમને પામવાની,
પ્યાસ છે તારા પ્રેમ રસને પીવાની,
ચાહ છે "રાજલ" ને આપણાં મિલનની...
રાજેશ્વરી