For you only 💖💖
🌹બનવું છે🌹
તારા રેશમી લહેરાતા ઝુલ્ફોની,એક લટ મારે બનવું છે,
તારા પહોળાં કપાળનાં ચાંદલાનું, કંકુ મારે બનવું છે,
તારા કંઠનાં મધુર ગીતનું, સંગીત મારે બનવું છે,
તારા પગરવ સમયે થતા, પાયલનું ઝણકાર મારે બનવું છે,
તારા તમામ સુખમાં સાથીદાર અને સાક્ષી મારે બનવું છે,
તારા દુઃખ અને દર્દમાં,સહિયારો દુઃખ વહેચનાર મારે બનવું છે,
તારી દરેક સફરમાં હમસફર મારે બનવું છે,
તારામાં મુજને ઓગાળીને,તારામય મારે બનવું છે,
તારો પ્યાર પામીને મારે પ્યાર તારો બનવું છે....
💖💖~Paresh Patel💖💖