લાગણીનો,વાતોનો બોજ હોય છે મનને,
અને રડવાનું આંખોના ભાગમાં આવતું હોય છે,
અને જ્યારે આંખો બંધ કરે,
ત્યારે મન પણ હોય છે રડતું,
પણ તેનું રૂદન આપણને ક્યારેય નથી સમજાતું,
અને જ્યારે આપણે કારણ વગર બેચેની,રઘવાટ, ગુસ્સો એવું બધું અનુભવતા હોય,
ત્યારે તે હશે નિશાની મનના રડ્યાની એમ સ્વીકારી નથી શકતા!
-Maitri Barbhaiya