હૈયા ની હૂંફ મને મળી,
જયારે પોતીકાંઓને મળી.
અંતરપટમાં ઉજાશ નું કિરણ રેલાયું,
જયારે પોતીકાંઓને મળી.
એક શાંતિ સાથે ભેટો થયો,
જયારે પોતીકાંઓને મળી.
હર્ષના અશ્રુની ધારા વહી રહી,
જયારે પોતીકાંઓને મળી
દરેક લાગણીમાં પ્રેમ ની સુગંધ ભળી,
જયારે પોતીકાઓને મળી.
બસ એ ઘડી કદી દૂર ના થાય,
જે ઘડી પોતીકાંઓને મળી.
-Kanksha Shah