મેઘધનુષ....🌹
જાગતું સપનું તારું નીંદર ઉડાડે હર હંમેશ,
ઝંખનાઓ અપરંપાર જગાવે સપનું મારુ....
તને મળવા માટેની અદમ્ય ઈચ્છા માં,
દિવસો વ્યતીત થાય રોજ એક આશ માં....
તારા હોવાના વિચારમાં પ્રેરણા પ્રતિદિન ઉગે નવી,
કલ્પના અને સત્યની ભેદરેખા પાતળી બનાવે તારી છવી....
અદકેરૂ મન ઊછળતું આવવા તારી પાસે,
ને નિત્ય સત્ય આપણા ભાગ્યનું ચણે દીવાલ.....
ચાલ ને એક હોવાના ભ્રમમાં જ સુખ નામના પ્રદેશમાં
વિહરીએ, પામીએ પ્રેમનુ એક નવું જ મેઘધનુષ્ય.....