હું ડુબતો સૂર્ય ને,
તું ઉગતો ચંદ્રમાં,
આજ ની આ દુનિયા માં, કયાં કોઈ પ્રણય હોય છે.
કોઈક હોય છે અજુબા ઓ,
આ દુનિયામાં, જેની પ્રણય ની ગાંઠ હોય છે.
નફરત ભરી આ દુનિયામાં, કોઈ ને પ્રણય ની યાદ નથી,
પ્રાથના ઓ ને ઇબાદત માં, હવે પ્રણયનો રાગ નથી.
કંઇક દિવાનાઓ ડુબીયા છે,
મધદરિયે પ્રણય ના ફાગ માં.
કે જ્યાં કોઈ દિવસ ઝહાજ ડૂબવાના એંધાણ નથી.
હું ડુબતો સુર્ય ને તું ઉગતો ચંદ્રમાં,
એ કોઈ પ્રણય નો ભાગ નથી.
છે "સ્વયમભુ" આ મિલાવટી દુનિયામાં, પ્રણય ના ખીલેલા પુષ્પો ઘણા,
પણ અફસોસ કોઈ ના અહીંયા બાગ નથી.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"