અનુપમ....🌹
તરતુ, કૂદતું, અવિરત વહેતું એટલે ઝરણું,
સુંદર નિર્મળ શબ્દની શી જરૂર?
આહલાદકતા નો અહેસાસ એટલે ચંદ્ર,
શીતલ, વિમલ શબ્દની શી જરૂર?
મા એટલે મા એટલે મા....
અજોડ, અદ્વિતીય શબ્દની શી જરૂર?
મારા, તારા, સર્વમાં સ્થિર....
સર્વેશ્વર, સર્વવ્યાપી શબ્દની શી જરૂર?
વ્હાલા કે પ્રિય શીદ કહેવું?
અનુપમ.... અનુપમ.... અનુપમ.....