પ્રતિસાદ....🌹
શોધે નજર શ્વાસે શ્વાસે,
મળે વિશ્વાસ હૃદયનાં આવાસે.....
શોધે નજર ફૂલો અને ફોરમમાં,
મળે કુમાશ હથેળીમાં...
શોધે નજર વરસાદી ફોરાં માં,
મળે ભીંજાતું મન મીઠા સ્મરણમાં.....
શોધે નજર પ્રત્યેક ચહેરામાં,
મળે પ્રતિબિંબ સપનામાં.....
શોધે નજર દરિયાના ભેજમાં,
મળે ખારાશ આંસુના તોરણમાં....