હેલો....
એય તને કહું છું... સાંભળે છે?
લ્યો આતો કાંઈ બોલતી જ નથી.. અલી ઓ..... કલ્પના.... ઓ... કલ્પના...
હે ભગવાન... લાગે છે મારા થી રિસાઈ ગઈ. હવે શું કરવું? આ એવી જિદ્દીલી છે ને કે એક વાર રિસાય પછી જલ્દી માને એવી નથી. આમ તો વટ્ટ નો કટકો છે. એનો મૂડ હોય તો જ બોલે મારી સાથે.. બાકી ભજો સીતારામ....
હમણાં બે દિવસ થી તો રીસાણી જ છે. જુવો ને લેખક, લેખિકા, વાચક મિત્રો.. બે દિવસ સામાજિક પ્રસંગે બહારગામ શું ગયો એમાં તો મેડમ રિસાઈ ગયા બોલો.. ખબર નહિ ક્યારે માનશે ને બોલશે. આમ ને આમ તો હું શું લખુ? એ આવે મારી પાસે બેસે અને બોલે તો જ કંઈક લખાય ને? ભૈશાબ બહુ જબરી હો..? એક તો માંડ માંડ ગઝલો લખવાનું ચાલુ કર્યું છે ને એમાં આણે મોં ફુલાવ્યું...
કલ્પના તારા વિના આ "મહોબ્બત નો આશક" અધૂરો છે. તું છે તો જ બકુલ લખશે. મને તો "મુકદ્દર કા સિકંદર" નું ગીત યાદ આવી ગયું... ઓ સાથી રે.... પછી નું તો તમે સમજી ગયા ને ?? ના સમજ્યા હોવ તો કહી જ દઉં કે... તેરે બીના ભી ક્યાં જીના.... હવે બસ ? શું તમે ય તે... યાર.. શોર્ટ મા સમજો નહિ ને મને લાંબુ લાંબુ લખાવડાવો છો... એક તો પેલી રીસાણી છે. (આ ગીત મને એટલા માટે યાદ આવી ગયું કે હમણાં જ અહીં એક લેખિકા મિત્ર ચિન્મયી કોટેચા "અહેસાસ"..એમણે મારા ફેવરિટ સ્ટાર Big B ને ઉદ્દેશી ને પત્ર લખ્યો છે. એક વિશાળ કૅન્વાસ ને પોતાની કલમ થી સ્પર્શવા નો સુંદર પ્રયત્ન કર્યોં.)
ખબર નહિ કલ્પના ક્યારે પ્રગટે ને કંઈક નવા વિષય પર લખુ.. યાર હવે હેરાન ના કર. માની જા ને .. જો તને હું happy valentine કહું છું બસ ? દિલ થી.. જોકે હું વેલેન્ટાઇન ડે ને આવા કશા ડે ઉજવવા માં માનતો નથી.. આજનો આ દિવસ 14 મી ફેબ્રુઆરી.. શહીદ દિવસ તરીકે ઓળખાય એવુ હું ઈચ્છું છું.. જો ડોળા ના કાઢ પાછી..!! અને ચોકોલેટ ખાવી હોય તો પારલે ની 25 પૈસા વળી એક નહિ પણ એક ડઝન લઇ આપું હો.. આપણે દિલ ના રાજા... એમાં કંજુસાઈ નહિ પણ માની જા હવે કલ્પનાડી.... બાપ રે... ધબ્બા ના માર યાર કોઈ જોઈ જશે તો ???
જો.. બે દિવસ થી એકેય ગઝલ લખાઈ નથી ને મજબૂરી મા તને આ પત્ર લખવો પડ્યો છે.. પણ તને શું ફેર પડે છે હેં?? અહીં સવાલ મારી ઈજ્જત નો છે.. અહીં બધા મિત્રો માનશે કે બકુલ ની કલમ થાકી ગઈ.. તો તને કેવું લાગશે? લે... હસે છે પાછી... ખી ખી કરતી ... આ નહિ સુધરે.... હે ભગવાન... ક્યાંથી આ નમૂનો ભટકાડયો મને...?
જો કલ્પુ.. આવુ નહિ કરવાનું યાર. હવે માની જવાનુ હો.. તું આવે છે મારા મન મા ને આ શાયર ના દિલ મા થી ગઝલ વહે છે. તો પ્લીઝ પ્લીઝ જલ્દી પધારો મેડમ..આ પત્ર મળે એટલે દોડી આવો મેડમ .... મહોબ્બત ના આશક ને તમારો ઇન્તેઝાર છે.....
બસ એજ લિ. બેસબ્રી થી રાહ જોતો તારી મહોબ્બત નો આશક.. એવો "બકુલ"
-બકુલ ની કલમે
મારી કલ્પના ને પત્ર
14-02-2021
21.36