ક્યારેક ડર લાગે છે મને કે શું થશે તારું
હાથ પકડવો છે તારો પણ તું પકડે તો ને
રાહ ચીંધવો છે તને પણ તું વાટ પકડે તો ને
સમજાવું છે તને પણ તું સમજવા ઈચ્છે તો ને
દેખાય છે જે મને તે તને દેખાય તો ને
ક્ષમતા તારી લોખંડી પણ તું વિશ્વાસ કરે તો ને
છે ઉજ્જવળ ભાથું તારું પણ
તું અંધકાર માંથી બહાર આવે તો ને....
-Shree...Ripal Vyas