માઇક્રોફિક્શન : પૂરક છે, વિરોધી નહીં
માનસી : અંશ બેટા, પહેલાં હોમવર્ક
પૂરૂં કરી લે પછી જ રમવા મળશે.
અંશ : હા મમ્મી, તે જ કરૂં છું.
મમ્મી, સ્ત્રીનું વિરોધી પુરુષ થાય ને?
મારે તેનો વિરોધી શબ્દ લખવાનો છે.
માનસી : ના બેટા, “સ્ત્રીનું વિરોધી
પુરુષ ના થાય પણ સ્ત્રીનો પૂરક પુરુષ
થાય.”
- મોનિકા તન્ના (શબ્દયાત્રા)