ખીલી પ્રેમની વસંત ઋતુ અને અમે મળ્યા,
દુર થઈ પાનખરની ઋતુ અને અમે મળ્યા,
ખીલી લાગણીની મહેક અને અમે મળ્યા,
જાગ્યા મનમાં પ્રેમનાં તરંગો અને અમે મળ્યા,
થઈ પ્રેમની મુલાકાત અને અમે મળ્યા,
મળી નજરથી નજર અને અમે મળ્યા,
થયો પ્રેમનો ઈઝહાર અને અમે મળ્યા...
થયા "રાજલ" નાં સૌ સપના સાકાર અને તમે મળ્યા....
-Rajeshwari Deladia