વાતો તારી ને વિચારો પણ તારા,
તો પછી શા માટે આનંદિત મારું હૈયું?...
સપના તારા ને તેમાં રંગો પણ તારા,
તો પછી શા માટે ગુલાબી મારા ગાલ?....
ગીતો તારા ને લહેકો પણ તારો,
તો પછી શા માટે નાચે છે મારું જીવન?
પ્રશ્નો પણ તારા અને ઉત્તર પણ તારા,
તો પછી શા માટે થતી મને મીઠી મૂંઝવણ?....
ઈચ્છાઓ તારી અદકેરી ને સાથે અદકેરું છે મન,
તો શા માટે તમન્ના તારા જેવા થવાની?.....