નફરત બહુ મહેનત ભરેલું કામ છે અને હું એક નંબરનો આળસુ છું. નફરત મને ફાવે નહિ. હા ...કીટ્ટા સુધી ઠીક છે. કોઈની સાથે વીસ પચીસ મિનિટ સુધીની કીટ્ટા કરવાની હોય તો હું આંખો મીંચીને તૈયાર થઈ જાઉં છું. હાસ્તો, આપણી જેમાં આવડત હોય તે કામ કરવામાં પાછા પડવું નહિ..!
-- અનિરુદ્ધ ઠક્કર "આગંતુક"