શબ્દો રૂપી પંખીના ટહુકા,
અને તે ટહુકાથી મહેકે રચના.....
ભાવોની હ્રદય સ્પર્શીતા,
અને તેમાં પાછો લાગણીનો અનુબંધ.....
પ્રકૃતિના તત્વો નું જોડાણ,
તેમાં જોડાય કલ્પનાનું મેઘ ધનુષ્ય....
પાત્રોના પ્રતિબિંબ પોતાના,
તેમાં સંવેદનાના ઝરણા......
રસો થી ભરેલી અમી થાળી,
તેમાંથી મનગમતું માણવું....
પ્રિયજનો ની પ્રેરણા,
તેમાંથી રચાય પોતપોતાનું કથા વિશ્વ.....