ઊગવું આથમવું અફર રહે છે ;
સુરજની આભે આ સફર રહે છે !
જીવન પણ કૈંક એવું જ છે દોસ્તો ;
તડકા મા પણ છાયા ની અસર રહે છે !
રહું છુ સદા મારી મોજ માં હું ;
દર્દ બધાં એટલે બે અસર રહે છે !
ક્યાં ખુણે જઈ કરીશ પાપ તું ?
ઈશ્વર ની બધે નજર રહે છે !
એટલે હું સધ્ધર થયો ભીતર થીં ;
હરપળ મને મારી ખબર રહે છે !
સ્વાર્થ , ઈર્ષા ને દગા ને દફન કર્યા ;
હૃદય ભીતર એક કબર રહે છે !!
-ANAND SAMANI