"બાળકો નો શું વાંક!"
એક નાનકડો ઓરડો.. નાનકડી ચોકડી, રસોડું જે ગણો તે એક રૂમ.
તેમાં જીવિબા, પતિ અને બાળકો સાથે મજા થી રેહતા. પતિ સામાન્ય નોકરી કરી બે દીકરા ને પત્ની નું ભરણ પોષણ કરતા.
પણ કાળને ક્યાં બદલાવી શકાય છે..એ તો એનું કામ કરે છે. અચાનક નોકરી કરી પાછા ફરી રહેલા દયારામ સાઈકલ પર હરદય રોગ નો હુમલો થવાથી ત્યાં ને ત્યાં ઢળી પડ્યા.
જીવીબા પર તો કારમો આઘાત આવી પડ્યો.. નાના બાળકો.. ઘરની બહાર કદી નીકળેલા નહિ.. અને બાળકો ની ફી, તેમનું પોષણ.. કરવું ખૂબ અઘરું બની રહ્યું.
જિવિબા ચાર ચોપડી ભણેલા હતા તેમને કોણ નોકરી એ રાખે? એમને બંગલા ના કામ કરવા સિવાય બીજું કાંઈ ઉપાય નહોતો.
ખુબ દુઃખ વેઢી.. પેટે પાટા બાંધીને બાળકો ને મોટા કરી પરણાવ્યા.
અને જિવીબા નું દુઃખ ઓછું થવાને બદલે વધી ગયું.. આવનારી વહુ ચાર પાચ વર્ષ તો સારી રીતે રહી પણ પછી તેને અભાવ સાલવા લાગ્યો. રોજ રોજ કંકાસ થવા લાગ્યો.
એક દીકરાની વહુ છૂટાછેડા લઈ જતી રહી. અને બીજી વહુ પિયરમાં બેસી ગઈ. બીજી ને એક દીકરો.
માં વગર નો દીકરો બા અને પિતા સાથે રહે. ક્યાંક એને પણ રમવાનું મન થાય તો છોકરાઓ એની મમ્મી ની વાતો કરે એટલે માયુસ થઈ સુનમુન ઘરમાં બેસી રહે.
એના બાળક મન માં હજાર સવાલો ઉઠે પણ એ કોને કહે?? એનું બાળપણ બસ એમજ દુઃખમાં પસાર થઈ રહ્યું.
રુપ✍️,© અમદાવાદ
-Rupal Mehta