inception :
જો તમે એક એવી મૂવી જોવા માંગો છો જેમાં મગજ નો બરાબર ઉપયોગ કરવો પડે તો inception એક બેસ્ટ મૂવી છે.
Christopher Nolan એ inception મૂવી ના director છે. આ મૂવી જોયા બાદ તમે Christopher Nolan ના ફેન થઈ જશો. તો મૂવી માં...
ઘણા એવા લોકો છે જે આપણા અવચેતન મન થી આપણાં idea ચુરાવી લે છે. જ્યારે તમે સ્વપ્નાં જોતા હોવ છો. cobb આ મૂવી નો મુખ્ય કેરેક્ટર છે જે પોતાના અવચેતન મન ને કન્ટ્રોલમાં રાખી શકતું નથી. અને ઘણી વાર તેનું અવચેતન મન તેના પ્લેન માં વચ્ચે આવે છે. કોઈના idea ચુરાવવા ગેરકાનૂની છે તો પણ cobb આ કામ કરે છે. અને હવે તેને તેના બાળકો પાસે જવું છે. તેથી તે એક મિશન કરે છે. તે મિશન , કોઈના અવચેતન મનમાં idea ને ચૂરવવાની જગ્યાએ નવો idea નાખવાનો છે. બદલામાં તેના ઉપર જેટલાં પણ સરકારી કેસ ચાલતા હશે તે બધાને તે વ્યક્તિ હટાવી લેશે. અને cobb પોતાના બાળકોથી માલિ શકે છે. પણ આ કામ બહુ અઘરું છે તો પણ cobb આ કામને હા પડી લે છે. પણ શું તે અને તેની ટિમ આ મિશનને પૂરું કરી શકશે ? અને કેવી રીતે ?
હા , હું માનું છું કે સ્ટોરીમાં કંઈક એવું લાગતું નથી જેમાં મગજનો વધુ ઉપયોગ કરવો પડે પણ નહીં તમે ખોટા છો. એક વાર આ મૂવી ને ટ્રાઈ તો કરો ! તમે આ મૂવીના ફેન થઈ જશો.
- પરમાર રોનક