લાલ ચટક ચુંદડી માથે ચોખલીયાળી ભાત
આજ પીયુને મળવા મેં તો કર્યો છે શૃંગાર
માથામાં નાખ્યો ગુલાબનો ગોટો
હાથમાં પહેર્યો કંગનનો જોટો
આંખમાં આંજણ આંજતાં થૈ ગયા ગુલાબી ગાલ
આજ પીયુને મળવા મેં તો કર્યો છે શૃંગાર
કેડે બાંધ્યો રૂપા કંદોરો
ઘમ્મરીયાળો છે ઘાઘરો
પગમાં છે સોહામણા ઝાંઝરનો ઝણકાર
આજ પીયુને મળવા મેં તો કર્યો છે શૃંગાર
આંખો માંડી છે મેં તો બારણે
પલકો પાથરી રાખી છે આંગણે
ઉંબરા ઉપર ઊભી ઊભી જોઉં પ્રીતમની વાટ
આજ પીયુને મળવા મેં તો કર્યો છે શૃંગાર
આંખોથી આંખો મળતાં નજર હું ઝુકાવીશ
બાહોં માં જ્યારે ભરશે થોડું હું શરમાઈશ
હળવે હળવે હૈયાના ખોલી નાખીશ દ્વાર
આજ પીયુને મળવા મેં તો કર્યો છે શૃંગાર
હૃદય થી હૃદય મળી જાશે અમારૂં
એકમેકમાં અમે ખોવાઇ જાશું
એ મીલન ની ક્ષણ કેટલી હશે યાદગાર
આજ પીયુને મળવા મેં તો કર્યો છે શૃંગાર
લાલ ચટક ચુંદડી માથે ચોખલીયાળી ભાત
આજ પીયુને મળવા મેં તો કર્યો છે શૃંગાર ....
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)