મનની વાત મેં લખી કવિતાઓમાં,
ઢાળી મેં લાગણીઓને શબ્દોમાં.
શીખવ્યું કાવ્ય રચતાં કોરોનાએ,
ખીલવ્યું અસ્તિત્વ લોકડાઉનએ.
પૂછે બધાં ક્યાંથી સુઝે છે શબ્દોની ગોઠવણ?,
જવાબ મારો એક જ મને પણ નથી ખબર!
બસ મનની વાત ને શબ્દોમાં લખું છું,
પોતાનાં જ મનથી કવિતા રચું છું.
આભાર માતૃભારતીનો જેણે તક મને આપી,
આંકડાથી રમનારી પાસે કવિતા રચાવી.
©✍️ખ્યાતિ સોની "લાડુ"