" હાઈકુ કાવ્ય"
મન જ સર્વ
સુખ દુઃખનો ભાગ
મન અમાપ
મહેતા દિનેશ
માનવ જીવન રૂપી આ દેહમાં મન જ સર્વસ્વ છે . એવું કહેવાય છે કે મનમાં જેવા બીજ રોપાય તેવા ફળ આપશે એટલે કે જો મનની અંદર હકારાત્મક વિચારો કાયમ રહે તો સારી ઊર્જા મળે છે અને નકારાત્મક વિચારો આપો તો દુઃખ મળે છે.મન એટલું બધું ચંચળ હોય છે કે એની ગતિ માપવી શક્ય નથી. પરંતુ સારા વિચારો કરવા થી તમારી આજુબાજુ સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થતી હોય છે જેમાંથી આનંદ ચૈતન્ય સમાન વિશ્વચેતના તમારી માટે કામ કરતી હોય છે અને તમને સફળતા અપાવે છે, સાથે સાથે જીવનની સાર્થકતા સમજાય જાય છે.
મહેતા દિનેશ