છો ઘર નાં પ્રાણ તમે, ને તમે જ ઘર નો ધબકાર.
માળા નો મણકો તમે, ને તમે જ સાચા સલાહકાર.
રાખ્યાં એક જ તાંતણે તમે, ને તમે જ સૌ ને સીંચ્યા.
અમ અસ્તિત્વનાં આધાર તમે, ને તમે જ સૌ ને ઘડયાં.
અપનાવ્યાં જે પ્રેમથી તમે, ને તમે જ માતા- પિતા બન્યાં.
ગર્વથી કહીએ આજે "અમે", તમારી પાસેથી ઘણું શીખ્યાં.
નસીબદાર છીએ મેળવીને અમે, સાસુ-સસરાનાં રૂપ માં તમને.
નથી યાદ આવ્યાં ક્યારેય, અમારાં માતા-પિતા અમને.
થાય જો કોઈ ભૂલ-ચૂક કદી, તો માફ કરજો અમને.
સમજીને નાના બાળ અમને, સંભાળજો અમને.
છે સુનું ઘર આપનાં વગર,ને અમ અસ્તિત્વ પણ અધૂરાં.
કરે "લાડુ" અરજ તમને, રાખજો છત્રછાયામાં અમને સર્વદા.
©✍️-ખ્યાતિ સોની"લાડુ"