"જાણ્યાનું ઝહેર"
કોઈ આપણું વ્યક્તી,
જ્યારે આપણને કોઈ કામ સોંપે,
સાથે-સાથે, તેનું એ કામ બીજુ કોઈ નથી કરી શકયું તે પણ જણાવે,
તો, નિઃસંકોચ એ વ્યક્તિનું એ કામ કરી દેવું,
કેમકે, એ વ્યક્તી જાણે છે કે,
ઘણા લોકોએ, પહેલાજ એને ના કહી છે.
છતા,
લોકોએ તેનું કામ નહી કરી શકવાના કારણ પણ એ તમને પહેલા એટલાં માટે જણાવે છે કે,
એને તમારાં પર પૂરો વિશ્વાસ છે, ને કદાચ એ કામ કરાવવા માટે એના માટે તમે છેલ્લાં વ્યક્તી છો.
-Shailesh Joshi