ઉગતો સૂર્ય આવે નવી આશાઓ ના સથવારે
ઉમંગ ના હિલોળે લલાટે પ્હેરી કેસરિયા સાફા
અરમાનો ને પૂર્ણ કરવા કાજ ઝળકે માનવ મહેરામણ
આથમતો સૂર્ય જાય છે તટસ્થતાની શીખ આપી
નિરાશા ને ખંખેરી આશા ના પાલવે લપેટાઈને
આવીશ કાલે પાછો નવી પળ સાથે
ઝઝૂમવાને સ્વપ્નાં ને પુરા કરવા ને
-Shree...Ripal Vyas